Monday, December 7, 2009

હિંદુ ધર્મ

હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે.

હિંદુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતો સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મુળ વૈદિક સંસ્ક્રુતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સ્થાપવા વાળું કોઈ એક વ્યક્તિ નથી. 92 કરોડ઼ અનુયાયી સાથે હિંદુ ધર્મ, ખ્રિસ્તી અને ઈસ્લામ પછી દુનિયાને 3જો સૌથી મોટો ધર્મ છે. એના મોટાભાગનાં અનુયાયી ભારતનેપાળમાં વસે છે અને તે સિવાય બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકીસ્તાન, મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રીકાનો, ફીજિ, ગુયાના, ટ્રીનિદાદ અને ટોબેગો તથા સુરીનામમાં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે. તેમજ

હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્ત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજનાં જીવનને ધર્મ સંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પુરૂં પાડે છે. પરંપરાગત દ્રષ્ટીએ આ ગ્રંથોમાંથી વેદ તેમજ ઉપનીશદ્ ને સૌથી વધુ મહત્ત્વપર્ણ, પ્રાચીન તેમજ આધીકારીક માનવામાં આવે છે. અતિરીક્ત મહત્ત્વનાં ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. ભગવત્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને ઘણીવાર બધાં વેદોનો સાર માનવામાં આવે છે.

વ્યુત્પત્તિ

હિંદુ શબ્દ સિંધૂ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસ્લીમ, એરેબીક વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો.

ઈતિહાસ


હિંદુ ધર્મનાં સૌથી પહેલાં અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન હડપ્પા યુગમાંથી (ઈ.પુ. 5500-2600) મળી આવે છે. શિષ્ટ યુગ પુર્વેના રીવાજો અને માન્યતાઓ ને ઐતિહાસીક વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આધુનિક હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો, કે જેમાના સૌથી જુના વેદ - ૠગ્વેદ ની રચના ઈ. પુ. 1700 – 1100 વચ્ચે થઈ હોવાનું મનાય છે. ત્યાર બાદ ઈ.પુ. 500-100 માં રામાયણ અને મહાભારત મહાકવ્યોના આરંભીક વ્રુતાન્તની રચના થઈ જેમાં પ્રાચીન ભારતના રાજાઓ અને લડાઈઓની પૌરણીક કથાઓ સાથે ધાર્મિક તથા તત્વજ્ઞાનિક ઉપદેશો વણી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદનાં પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષ્યો સાથેની આંતરક્રીયા અને દૈત્યો સાથેના યુધ્ધો આલેખાયા છે.

ભારતનાં બોહળા સમુહ વિસ્તારમાં હિંદુ ધર્મની પદસ્થાપને ઘનિષ્ટ કરવામાં ઉપનીશાદીક, બુદ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપનિશદ્, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધએ સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણ વ્યવસ્થાનું આધીપત્ય સ્વીકારવું જરૂરી નથી. બૌદ્ધ ધર્મએ હિંદુ ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. ઈ.પુ. 3જી સદીમાં સમ્રાટ અશોકનાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ, કે જે મોટા ભાગનાં ભારતીય ઉપ-મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચુક્યું હતું, ત્યારે બૌદ્ધ ધર્મ તેની ચરમસિમા પર હતો. ઈ.પુ. 200 સુધી ભારતીય તત્વજ્ઞાન દર્શનની ધણીબધી શાખાઓ પ્રસ્થાપીત થઈ ચુકી હતી જેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વિશેશીકા, પુર્વમિમાંસા તથા વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પુ. 400થી 100ની વચ્ચે બૌદ્ધ ધર્મનાં ઓટનાં દિવસો આવી, હિંદુ ધર્મ પાછો પ્રચલીત થયો.

આરબ વ્યાપારીઓના સિંધ વિજય બાદ 7મી સદીમાં ઈસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલાં મુસ્લીમ આક્રમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમ્યાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું. આ સમય દરમ્યાન ઘણા મુસ્લીમ રાજાઓએ જેમકે ઔરંગઝેબએ, હિંદુઓનાં મંદીરો નષ્ટ કર્યા તથા ગેર-ઈસ્લામિ પ્રજાનું દમન કર્યુ. જોકે અકબરચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તી યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંક્રાચાર્યએ વર્ણવેલા ‘બ્રમ્હ’ની તાત્તિ્વક વિભાવનાંથી વિખુટા પડીને રામ અને ક્રુષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્કમ તથા લાગણીમય ભક્તિમાં રત થયા. જેવા ખુબ જુજ ઈસ્લામિક રાજાઓ હતા કે જે ગૈર-ઈસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હોય. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિંદુ ધર્મનાં અનુયાયીઓએ ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. રામાનુજ, માધવાચાર્ય તથા

19મી સદીમાં મેક્ષ મુલૅર તથા જોન વુડરોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીયશાસ્ત્રને યુરોપીય દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાન્ત્રીક સાહીત્ય અને તત્ત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમ્યાન બ્રમ્હો સમાજ અને થિયોસોફીકલ સોસાયટી જેવી સંસ્થાઓએ એબ્રાહમીક તથા ધાર્મીક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંગલિત કરવાના પ્રયત્નો કરી સામાજીક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ સમયે આંતરીક પરંપરાઓથી ઉદ્ભવલી નવોઉત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ, જેમકે શ્રી રામક્રુષ્ણ અને રામાના મહર્ષિએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી. આગળ પડતા હિંદુ તત્ત્વજ્ઞાનીઓ, જેમકે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબીંદોએ હિંદુ ધર્મના આધારભુત સિધ્ધાંતોની પુર્નરચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજુ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આર્કષીત કરી નવા અનુયાયીઓ બનાવ્યા. બીજા યોગીઓ જેમકે સ્વામી વિવેકાનંદ, પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સ્વામી રામએ પણ પશ્ચીમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું છે.તે સત્ય છે. તેમજ હિન્દુ ધર્મમાં અન્નદાનનું એટલેકે ટુકડાનું ખુબજ મહત્વ છે. ભારતમાં ઘણાં સંતૉએ આવી જગ્યા બાંધીને ભુખ્યાને જમાડતા, તેવી જ એક જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર ગુજરાત રાજયનાં જામનગર જિલ્લાના કાલાવડ શહેરની બાજુમાં આવેલી છે.

હિંદુ


‘હિંદુ’ શબ્દ એવા વ્યક્તિની ઓળખ કરાવે છે કે જે ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્દભવેલાં સનાતન ધર્મનાં તત્વજ્ઞાન, જીવનદ્રષ્ટી, ગ્રંથો તેમજ ધાર્મિક અને સાંસક્રુતિક જીવનશૈલીનો અનુયાયી હોય.

દુનિયામાં આશરે 92 કરોડ઼ હિંદુઓ વસે છે અને એમાંના 89 કરોડ઼ ભારતમાં છે જ્યારે બાકીનાં 3 કરોડ઼ દુનિયાનાં અન્ય દેશોમાં વસે છે. દુનિયાની વસતીના 13.5% ભાગ સાથે હિંદુઓએ હિંદુ ધર્મને ખ્રિસ્તી અને ઈસ્લામ પછી દુનિયાનો 3જો સૌથી મોટો ધર્મ બનાવ્યો છે. ભારત સિવાયનાં અન્ય દેશો કે જ્યાં મોટી ગણનામાં હિંદુઓ વસે છે તેમાં નેપાળ, બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકીસ્તાન, મલેશિયા, શ્રીલંકા, યુનાઈટેડ સ્ટેસ, સંયક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ તથા દક્ષિણ આફ્રીકાનો સમાવેશ થાય છે.

હિંદુ શબ્દનો ઇતિહસ

હિંદુ શબ્દ સિંધૂ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસ્લીમ, એરેબીક વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. સિંધૂને ગ્રીક, લેટીન અને બીજી યુરોપિયન ભાષામાં ઇન્ડુસ તરીકે ઓળખવામાં આવી અને આથી જ ભારત દેશને યુરોપમાં ઇન્ડીયા તરીકે ઓળખવામાં આવ્યો. ભારતના પ્રાચીન લોકો તેમના ધર્મને સનાતન ધર્મ અથવા વૈદિક ધર્મ તરીકે ઓળખે છે. મુસ્લીમોના આક્રમણ બાદ હિંદુ શબ્દ પ્રચલિત બન્યો છે. હિંદુ ધર્મ વિષેની વધુ માહિતી તેના અલગ વિભાગમાં આપવામાં આવી છે.

હિંદુની પરિભાષા


સવંત 1995માં સર્વોચ્ચ ન્યાયાલયએ આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધીશ શ્રી. પી. બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે: “જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈજ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પુજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

હિંદુ ધર્મની માન્યતાઓ, રૂઢિઓ તથા પરંપરાઓમાં રહેલી બોહળી વિવિધતાને કારણે હિંદુત્ત્વને ધાર્મિક, સાંસ્ક્રુતિક કે સામાજીક-રાજનૈતીક મંડળ તરીકે વર્ગીક્રુત કરવામાં પણ અસમંજસ છે અને એટલેજ હિંદુને વર્ણવતી જગ માન્ય પરીભાષા પર એકમત મેળવવો કઠીણ છે.

એક સર્વજ્ઞ મત એવો છે કે હિંદુ ધર્મમાં આટલી વિવિધતાઓ હોવા છતાં તેઓને સાથે બાંધતો એક સેતુ છે કે જેમાં સમાન ધારણાંઓ (જેમકે ધર્મ, મોક્ષ અને સંસાર), રિવાજો (જેમકે પુજા, ભક્તિ વગેરે) તથા સાંસ્ક્રુતિક પરંપરાઓ સમાયેલા છે. અને એટલે એક હિંદુ એવો વ્યક્તિ હોઈ શકે કે જે

• હિંદુ તત્વજ્ઞાનની કોઈ એક શાખા, જેમકે અદ્વૈત, વિશિષ્ટાઅદ્વૈત, દ્વૈત કે દ્વૈતઅદ્વૈતનું અનુકરણ કરતો હોઈ.

• કોઈ એક દેવ કે દેવીને લગતા, જેમકે શૈવ પંથ, વિષ્ણુ પંથ કે શક્તી પંથનાં રિવાજોનું પાલન કરતો હોઈ.

• કે પછી જે મોક્ષ મેળવવા માટે વિવિધ યોગ વિદ્યામાંથી કોઈ એક, જેમકે ભક્તીને સાધતો હોઈ.

સવંત 1995નો ચુકાદા આપતા પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે “હિંદુ કોને કેહવાય તથા હિંદુ ધર્મની બોહળી લાક્ષણિકતાઓ કઈ કહેવાય” એ પ્રશ્ન ઉપર મનન કરતી વખતે બાળ ગંગાધર તિલકે વર્ણવેલી હિંદુ ધર્મની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી હતી કે જેનાં પ્રમાણે:

વેદનોં પુજ્યભાવથી સ્વીકાર, મોક્ષ મેળવવાની રીત કે રસ્તા અલગ અલગ હોઈ શકે તે માન્યતાનો સ્વીકાર, અને એ સત્યને સમજવું કે પુજનીય દેવો ધણા છે, તેજ હિંદુ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે.

અમુક બુધ્ધિજીવીઓએ હિંદુને હિંદુ ધર્મથી અળગો કરી તેને ધર્મ અનુયાયીથી વધુ, એક અગવી ઓળખ આપવાના પ્રયત્નો કર્યા છે કે જેમાં હિંદુ એક રાષ્ટ્રવાદી કે સામાજિક-રાજનૈતિક વર્ગનો સભ્ય હોય. વીર સાવરકરે તેમની વગદાર પત્રીકા - “હિંદુત્વ: હિંદુ કોણ છે” માં ભૌગોલીક એકતા તેમજ સહીયારી સંસ્ક્રુતિ તથા જાતિને હિંદુઓને ઓળખાવતા ગુણો કહ્યા છે; અને એટલે હિંદુ એક એવો વ્યક્તિ છે કે જે “ભારતને પોતાની પિત્રુભુમી તથા પુજ્યભુમી અને પોતાના ધર્મનું જન્મસ્થાન માનતો હોય.” હિંદુત્વના આ પ્રત્યયીકરણે છેલ્લા એક દશકમાં હિંદુ રાષ્ટ્રવાદમાં મુખ્ય ભુમીકા ભજવી છે.


મહાભારત

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઇઓના પુત્રો - પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવ અર્જુનના સારથીની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ ગીતા(ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદ વ્યાસ ના પ્રિય શિશ્ય વૈશંપાયનજન્મેજયને આ કથા ને વિસ્તાર સહિત કહેવાથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.
દ્વારા

પરિચય


સ્વયં વ્યાસજી આ ગ્રન્થ માટૅ ઍમ લખે છે કે,

યદિહાસ્તિ તદન્યક્ષત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્

એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથો છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઇ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઇ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનુ પુર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ મહાભારત તરીકે ઓળખાયુ. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક કરોડ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસી થી વિસ ગણુ વધારે છે. મહાભારતમાંજ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન જ નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરા નો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોક થી આવી શકે છે - : "જે (વાત) અહીં (મહાભારત માં) છે તે તમને સંસાર માં કોઇ ને કોઇ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે."

મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણુ વ્યાપક અને વિશાળ છે, તેના લેખક વેદવ્યાસ નું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ ની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.

પૄષ્ઠભૂમિ અને ઇતિહાસ


કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવાયુ અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલા એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઇ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મુક્યા છે. આ શ્લોક સમજતા-લખતા ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.

આ મહાકાવ્યની શરુઆત એક નાની રચના 'જયગ્રંથ' થી થઇ. જો કે તેની કોઇ નિશ્ચિત તિથી ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથી નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ મતભેદો હજુ ચાલે છે.

આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુ વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધ ના સમય પહેલા ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.[૧]

શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફ થી લડતો હતો તેને રામાયણ ના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઇ વિદ્વાનો મહાભારત નો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિન્દૂ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.

આર્યભટ્ટ ની મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વે માં થયુ. કલિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઇ.

મોટાભાગના પૌરાણીક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઇ) ના વિકાસ થયા પહેલા તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.

મહાભારત: અનુપમ કાવ્ય

મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુર ના રાજ્ય માટે બે વંશજો - કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુ નો વિસ્તાર આજ ના ગંગાથી ઉત્તર-યમુના ની આસ-પાસ નો દોઆબ ના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણા માં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે. જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી યદુ-વંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કલિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઇમા સત્યની હાની થયેલ. આ કલિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામા આવે છે. જેમા તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.

કથા


મહાભારત ની કથામા એકસાથે ઘણીબધી કથાઓ વણાયેલી છે, જેમાંની અમુક મૂખ્ય કથાઓ નીચે મૂજબ છે:

કર્ણ ની કથા: કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઇ ગઇ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિર નો મોટો ભાઇ હતો. કુંતીએ લગ્ન પહેલા તેને મળેલાં વરદાનની પરખ કરવાં સુર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમા મુકી નદીમા પધરાવી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીખે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. કોઇ અસ્ત્ર કે સસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલાં કોઇપણ યાચકને તે ખાલી હાથે જવા દેતૂ નથી, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇંદ્રએ
ક્પટથી તેનુ કવચ અને કુંડળ લઇ લિધાં હતાં નહીતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને જીતવો ઘણું અઘરૂં થઇ પડ્યું હોત..

ભીષ્મ ની કથા: જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુ હતું, કારણકે, તેમના પિતા શાંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શાંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.

ભીમ ની કથા: જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામિભક્તિનાં કારણે ઓળખાતા હતા.

યુધિષ્ઠિર ની કથા: યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યું નહોતું અને માત્ર એક જ વખત કૃષ્ણ ના કારણે જુઠું તેમણે બોલવું પડ્યું હતું.

સંક્ષિપ્ત કથા


ભારત દેશ ના સ્થાપક ભરત ના વંશજ શાંતનુ હસ્તિનાપુરમાં રાજય કરતા હોય છે અને તેને ગંગા થી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતા શાંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.

ત્યારબાદ શાંતનુ માછીમારની કન્યા સત્યવતી ને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસે થી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુર નો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલિન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્ય માં રાજ્યનો હિસ્સો માંગે નહી આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.

સત્યવતીના પુત્રો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યા ઓ અંબા, અંબિકા અને અંબાલિકા નું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાના લગ્ન ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબાલિકા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞા થી બંધાયે ભીષ્મ તેની સાથે લગ્ન કરી શક્તા નથી.

ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે.

સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબા, અંબિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતા અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુર નો રાજા બને છે.

પાંડુને બે પત્ની છે - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન) ના રાજાની પુ્ત્રી ગાંધારી સાથે થયા હોય છે. તેનો ભાઇ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.

કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઇ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલા સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.

પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુ્ત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યું પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.

હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુ:શાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.

સંરચના


  1. આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન-પાલન
  2. સભાપર્વ - મય દાનવ દ્વારા ઇંદ્રપ્રસ્થમાં ભવનનું નિર્માણ. દરબાર ની ઝલક, દ્યૂત ક્રીડા અને પાંડવોનો વનવાસ
  3. અરયણ્કપર્વ (અરણ્યપર્વ) - વનમાં ૧૨ વર્ષનું જીવન
  4. વિરાટપર્વ - રાજા વિરાટનાં રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ
  5. ઉદ્યોગપર્વ- યુદ્ધ ની તૈયારી
  6. ભીષ્મપર્વ - મહાભારત યુદ્ધનો પહેલો ભાગ, ભીષ્મ કૌરવોનાં સેનાપતિ (આ પર્વ માં ભગવદ્ગીતા આવે છે)
  7. દ્રોણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ દ્રોણ
  8. કર્ણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ કર્ણ
  9. શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ, શલ્ય સેનાપતિ
  10. સૌપ્તિકપર્વ - અશ્વત્થામા અને બચેલા કૌરવો દ્વારા રાતે સુતેલી પાંડવ સેનાનો વધ
  11. સ્ત્રીપર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રિઓ દ્વારા મૃત લોકો માટે શોક
  12. શાંતિપર્વ - યુધિષ્ઠિર નો રાજ્યાભિષેક અને ભીષ્મની દિશા-નિર્દેશ
  13. અનુશાસનપર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ
  14. અશ્વમેધિકાપર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞનું આયોજન
  15. આશ્રમ્વાસિકાપર્વ - ધૃતરાષ્ટ્ર, ગાન્ધારી અને કુન્તીનું વનમાં વાનપ્રસ્થાશ્રમ માટે પ્રસ્થાન
  16. મૌસુલપર્વ - યાદવોની પરસ્પર લડાઈ
  17. મહાપ્રસ્થાનિકપર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઇઓ ની સદ્‍ગતિ નો પ્રથમ ભાગ
  18. સ્વર્ગારોહણપર્વ - પાંડવોં ની સ્વર્ગ યાત્રા

આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપસંહાર પણ પાછળથી મહાભારતમાં જોડવામાં આવ્યો હતો જેને હરિવંશપર્વ કહેવામાં આવે છે. આ પર્વમાં ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓનું વર્ણન છે.

મહાભારત ના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકે નો દરજ્જો રાખે છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે:-

  1. ભગવદ ગીતા : શ્રી કૃષ્ણ દ્વારા ભીષ્મપર્વમાં અર્જુનને આપવામાં આવેલ ઉપદેશ
  2. નલ દમયન્તી : અરણ્યકપર્વ માં એક પ્રેમકથા
  3. કૃષ્ણવાર્તા : ભગવાન શ્રી કૃષ્ણની કથા
  4. રામાયણ : અરણ્યકપર્વમાં રામની કથા એક સંક્ષિપ્ત રૂપમાં
  5. ૠષ્ય ૠંગ : એક ૠષિ ની પ્રેમકથા
  6. વિષ્ણુસહસ્ત્રનામ : વિષ્ણુનાં ૧૦૦૦ નામોનો મહિમા, શાંતિપર્વ માં

આધુનિક મહાભારત


કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રમ્હાંડીય ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શિખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.

૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રુપથી લોકપ્રિય થયું. ૧૯૮૯ મેં પીટર બ્રુક દ્વારા પહેલી વાર આ ફિલ્મ અંગ્રેજીમાં બની.

મહાભારત ના પાત્રો

અભિમન્યુ : અર્જુનનૉ વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વીરગતી પામ્યો
અંબા : ચિત્રવીર્યની પત્ની, અંબાલિકા અને અંબિકાની બહેન
અંબિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબાલિકાની બહેન
અંબાલિકા: અંબિકા અને અંબાની બહેન જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી
અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતિ અને પાડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપેશ આપ્યો હતો
બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગ્દાનો પુત્ર
બકાસુર : એક અસુર જેને મારીને ભીમે અક ગામના લોકોનું સક્ષણ કર્યું હતું
ભીષ્મ : મુળનામ દેવવ્રત, શાન્તનુ અને ગંગાના પુત્ર, પોતાનાં પિતાનાં થતાં પૂનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભિષ્મનાં નામે ઓળખાયા
દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચે પાંડવૂની અર્ધાંગિની હતી જે ભગવાન કૃષ્ણની સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે
દ્રોણ : હસ્તિનાપુરનાં રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વ્થામાનાં પિતા
દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નનાં પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં
દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો
દુઃશાસન : દુર્યોધન થી નાનો છોટા ભાઈ જે હસ્તિનાપુરની રાજ સભામાં દ્રૌપદી ને વાળથી પકડીને લાવ્યો હતો
એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન શિષ્ય જેની પાસેથી ગુરૂ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો
ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય
ગાંધારી : ગંધાર રાજની અને ધ્રુતરાષ્ટ્રની પત્ની
જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધ્રતરાષ્ટ્રનો જમાઇ, કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુને જેનો શિરોચ્છેદ કર્યો હતો
કર્ણ : સૂર્યદેવનાં અહ્વાહનથી કુંતિએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો, દાનવિર કઋણ તરિકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેયનાં નામે પણ ઓળખાયો
કૃપાચાર્ય : હસ્તિનાપુરનાં બ્રાહ્મણ ગુરુ જેમની બહેન 'કૃપિ'નાં લગ્ન દ્રોણ સાથે થયા હતાં
કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીનાં આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો
કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભુમિ જે આજે ભારતમાં 'અમ્બાલા' નામે શહેર છે
પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ
પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ) વાળ રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથિયોનાં ગુરુ હતાં, વિષ્ણુનાં એક અવતાર જેણે પૃથ્વિને ૨૧ વખત ક્ષત્રિય વિહોણી કરી હતી
શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા
ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનનાં પુત્ર અભિમન્યુની પત્ની
મહર્ષિ વ્યાસ : મહાભારતનાં રચયિતા, પરાષર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણવર્ણનાં હતાં અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો(????)
ધૃતરાષ્ટ્ર: કૌરવોનાં પીતા તથા મહાભારત સમયે હસ્તીનાપુરનાં રાજા
કુંતિ/પૃથા: પાંડવોની માતા
ગટોર્ર્ગછઃ ભીમ અને હીડિમબા નો પુત્ર્. કર્ણ ને જેને મારવા માટે ઇન્દ્ર પાસેથી વરદાનમા મળેલુ બાણ વાપરવુ પડયુ. તે બાણ અર્જુન માટે રાખવા ઇછતો હતો.


રામાયણ

રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.

  1. બાલકાંડ
  2. અયોધ્યાકાંડ
  3. અરણ્યકાંડ
  4. કિષ્કિંધાકાંડ
  5. સુંદરકાંડ
  6. યુદ્ધકાંડ - લંકાકાંડ
  7. લવકુશકાંડ - ઉતરકાંડ

હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડીયા, ફિલિપાઇન્સ, વિયેતનામરામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઇને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે. વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખુબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને

રામાયણ ની રચના


ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા. અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને એક બ્રાહ્મણ મળ્યા જેમની લુંટ કરતી વખતે બ્રાહ્મણે પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીને જ્યારે આ પુછ્યુ ત્યારે જવાબ મળ્યો કે કોઇ કોઇના પાપનું ભાગીદાર હોતું નથી. સૌ એ પોતાના પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઇ. આ પછી તેઓ પોતાના પાપના પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. અને આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.

એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાયને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.

મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્

હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડ઼ા માં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એક ની, વિના કોઇ અપરાધ હત્યા કરી દીધી છે.

આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપછંદમાં થઇ તે વાતની ખુશી થઇ.

આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?

આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા.

રામાયણની પૃષ્ઠભૂમિ


રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રાજા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રાવણ પુરી પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવ જાતિઓ હતી; જ્યારે વાલ્મિકી રામાયણમાં આ વિષે કોઇ ચોખ્ખાઇ કરવામાં આવી નથી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ - આ બધી જુદી જુદી માનવ જાતિઓ હોઇ શકે છે. પરંતુ દરેક સમુહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય - જેમ કે - ઉડવું, પર્વત કે શિલા ઉંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.

કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો.

સામાજીક જીવન


રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં ચાતુર્વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. પણ ત્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું ન માની શકાય. રામાયણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ગુહ જંગલમાં ઉછરેલો, જંગલના રાજાનો પુત્ર હતો. પરંતુ મહાભારતમાં જેમ એકલવ્યને જંગલના રાજાના પુત્ર હોવાથી શિક્ષણ આપવામાં આવતું નથી તેવું રામાયણમાં જોવા મળતુ નથી. રામાયણમાં ગુહ રામની સાથે જ ભણે છે અને રામના મિત્ર તરીકે ગણાય છે.

વાનરો જંગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ રીતે હલકા ગણવામાં આવ્યા નથી. ઉલટું રામ તેમનો આશરો લે છે અને તેના રાજા સુગ્રીવને પોતાનો પરમ મિત્ર માને છે. રાક્ષસો સાથે રામને દુશ્મની હતી અને ઘણા રાક્ષસોને તેમણે માર્યા, પરંતુ વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં તેને શરણ આપ્યુ અને તેને લંકાનો રાજા બનાવ્યો. ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો.

ઋષિઓ ત્યારે જંગલમાં રહી યજ્ઞો કરતા દર્શાવવામાં આવ્યા છે. અને તેઓ એકલા નહી પરંતુ મોટા સમૂહોમાં રહતા હતા. ઘણા ઋષિઓને મોટા મોટા આશ્રમો, પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના આશ્રમો એટલા વિશાળ હતા કે તે પર્વતો, સરોવરો કે પુરા વનને આવરી લેતા.

લોકોનું જીવન ચાર ભાગોમાં વહેચાયેલું હતુ - બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ.

પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે - ખાસ કરીને કૈકેયીના પ્રસંગે - વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો.

રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઇ નાના ભાઇને પુત્રની જેમ સાચવે - વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.

રામાયણના પાત્રો

રામ - રામાયણનું મુખ્ય પાત્ર.
સીતા - રામના પત્ની.
લવ - રામ અને સીતાનો પુત્ર.
કુશ- રામ અને સીતાનો પુત્ર.
દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા.
કૌશલ્યા - રામની માતા.
કૈકૈયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા
સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા
લક્ષ્મણ - રામના ભાઇ. સુમિત્રાનો મોટો પુત્ર.
ભરત - રામના ભાઇ. કૈકેયીનો પુત્ર.
શત્રુધ્ન - રામના ભાઇ. સુમિત્રાનો નાનો પુત્ર.
જનક-સુનયના - સીતાના પિતા-માતા.
ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.
વશિષ્ઠ - અયોધ્યાના રાજ્યગુરુ
વિશ્વામિત્ર - રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
સુગ્રીવ - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.
વાલી - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઇ.
તારા - વાલીની પત્ની.
હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામનો ભક્ત.
જાંબુવન - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.
અંગદ - વાલીનો પુત્ર
નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.
જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.
સંપાતિ - જટાયુનો મોટો ભાઇ.
રાવણ - લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.
મંદોદરી - રાવણની પટ્ટરાણી.
વિભીષણ - રાવણનો નાનો ભાઇ અને મંત્રી.
કુંભકર્ણ - રાવણનો નાનો ભાઇ.
શૂપર્ણખા - રાવણની બહેન.
ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
મારિચ - તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
મેઘનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.
મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.
ઉર્મિલા - લક્ષમણના પત્ની.
માડવી - ભરતના પત્ની.

રામાયણનો સંદેશ


મહર્ષિ વાલ્મિકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઇ એવા માનવના જીવન વિષે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.

  • રામ, શ્રવણ - પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો.
  • રામ, ભરત- ભાઇઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે.
  • સીતા - પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી
  • લક્ષ્મણ - તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઇની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી.
  • હનુમાન - પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.
  • સુગ્રીવ - મિત્રતા.
  • વાલી, રાવણ - શક્તિનુ અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવુ.
  • વાનરો - જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ ને પણ મારી શકીએ.

મનુષ્ય જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઇ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે.

બીજા રામાયણ


મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે.

તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિતમાનસ ની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.

વીસમી સદીમાં મોરારીબાપું રામાયણની કથા કહેવા માટે પ્રખ્યાત છે. ૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટી.વી. સીરીઝ બનાવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી.